સોરાષ્ટ્રસુંદરી
સોરાષ્ટ્રસુંદરી
રસ પૂરિત રાસ વિષે રમતી, દઈ તાલ પરિક્રમથી ફરતી; રસ-ગાન વડે જગ રેલવતી, કલ કંઠ થકી કકુભો ભરતી.
જનતા મહિં મૌન મુખે ધરતી, રસ કૈંક અલૌકિક ઉદ્દભવતી; ગુ રૂ વ ર્ગ વિ લો ક ન લાજવતી, વપુથી વપુ માંહિ સમાઈ જતી.
અમલાનનનું અવગુંઠનથી, કંઈ ગોપન વિભ્રમમાં કરતી; સખીવૃન્દ વિષે મૃદુ ગુંજનથી, દૃગથી , શિરથી, કરથી વદતી.
શિર ઉપર શેભિત હેલ ધરી, હળવે હસતી જતી હંસગતિ; પથ મધ્ય ગુરૂ જનને નિરખી, દઈ પૃષ્ઠ સલજ્જ તીરે તરતી.
પટ ભૂષણ નૂતન કૈં ધરતાં, કંઈ નવ્ય પ્રસંગ વિષે પડતાં; ગુરૂ સુંદરીને ચરણે નમતી, શુચિ આશિષ અંતરની ગ્રહતી.
અતિથિજન પૂજન પુણ્યવતી, પથિકાગમ પાવન સદ્મવતી; જલભાજન દાન પ્રવાહ વતી; શ્રમવારણ ભવ્ય વિવેક વતી.
ગૃહકાર્ય વિલક્ષણ વેગવતી, ગૃહમંડન દક્ષિણ ચિત્ત વતી; શિ શુ પા લ ન વ ત્સ લ ભાવવતી; કટિ ભા ગ વિ રા જિ ત બાલવતી.
વિભુના ઉરની વર વાંસલડી, જગ–કાનન કુંજતી કેાયલડી; પ્રણયામૃત વર્ષતી વાદળડી, શીળી સંસૃતિની પથ-છાંયડલી.
નહિ જ્ઞા ન દિ વા ક ર ત પ્ત મ તિ, પણ ભક્તિરસે ભરી આદ્ર અતિ; ઉરમાં, દૃગમાં ન વિકાર કદી,
નહિ અંતરમાં અભિમાન રતિ. ઠગતી નહિ, સ્હેજ ઠગાઈ જતી, ન રડાવતી, આ૫ ઉરે રડતી; અબળા બલ-વીર તણી જનની, ૨મણી પણ મન્મથની જયિની.
સુરભિ પરિસેવન બદ્ધમતિ, દધિમંથન દોલિતદેહવતી ; વિ વિ ધ વ્ર ત સં યમ શી લવતી, સમયો ચિત ગાન નિધાનવતી.
કંઈ રૂકિમણી રૂપગુણે રમતી, કંઈ માનસ માંહિ મારાં મળતી; કંઈ સ્નેહભરી સખી સોન તણી, કંઈ રાણિક વિગ્રહથી વસતી.
વ્રત–તેજભરી કોઈ નાગમતી, કંઈ રાજુલસગસંગસુરંગવતી; કંઈ તોરલ તીવ્ર તપે તપતી. કંઈ કસ્તૂરબ્હેનની બ્હેનપણી.
સુરનારી શી સોરઠ-સુંદરી એ, મૃદુ ભાષિણી ભવ્ય રસે ભરી એ. ભુવિ ભારતભૂષણ ભાગ્યવતી, નરલોક વિષે ઈતરત્ર નથી.