STORYMIRROR

Damodar Botadkar

Classics

2  

Damodar Botadkar

Classics

વિસ્મૃતિ

વિસ્મૃતિ

3 mins
13.5K


"સંગીતના શ્રવણ કારણ કાર્ય છોડી, "આવે અહીં નગરના જન કૈંક દોડી. "એમાંથી કેાણ રસપાત્ર રસજ્ઞ પૂરા ? "ને કોણ માત્ર ગણી કૌતુક રાચનારા ?


મુશ્કેલ પ્રશ્નન નૃપનો શુણી મુખ્ય મંત્રી, આભો બન્યો, કંઈ રહ્યો ઉરમાં વિમાસી. રે ! ક્ષીર નીર કરી ભિન્ન બતાવવાનું, ના હંસને કઠિન કાંઈ દીસે પરંતુ.

રાત્રિ કેરો પ્રહર હજુ ના એક પૂરો થયેલો, ના સૃષ્ટિમાં તિમિર-પડદો પૂર્ણતાથી પડેલો; વાદિત્રોના નૃપસદનમાં કૈં સ્વરો સંભળાતા, તે આલાપો અટકી અટકી ઉઠતા કૈં કુહૂ શા.


આવી ઉભા કંઈક મનુજો બેસતા સ્થાન શેધી, ઉંચા નીચા પળ પળ થતા ઉગ્ર અૌત્સૂકય સેવી; ને રામાએ લલિત રવથી સંગીતારંભ કીધો, ફેંકી દૃષ્ટિ મનુજગણુને સંભ્રમે જોઈ લીધો.


"શ્રોતામાંથી શિર સમય આ કોઈનું કંપશે જો, "ખડ્ગાઘાતે ધડ ઉપરથી તુત જુદું થશે તો;" એવી આજ્ઞા અવનીપતિની, મંત્રીએ સંભળાવી, ઉભા રાખ્યા સ્થળ સકળમાં ઘાતકો અસ્ત્ર આપી.


સંગીતનો પ્રણયપૂર્ણ પ્રવાહ ચાલ્યો, ને રેલવા રસિક ચિત્ત અનેક લાગ્યોઃ થંભી ગયું જગત કેવળ શાંતિ સેવી, લીધા શું યોગબલથી જન પ્રાણ ખેંચી ? ધીમે ધીમે ક્રમ પકડતું ગાઢ સંગીત જામ્યું,


એ આવેશે કંઈક ઉરનું ભાન ભૂલાવી દીધું; આવ્યો આવ્યો સમય 'લય' નો તાલ લેતો તરંગે, ધૂણી ઉઠ્યાં શિર ઉછળતાં પાંચ કે સાત સંગે.


કીધા ઉભા નૃપ નિકટમાં એમને હસ્ત ઝાલી,ને સંબોધી ચકિત નૃપને મંત્રી બેલ્યો વિચારી; "રાજન્ ! એ છે રસિક હૃદયો, ગીતના એજ જ્ઞાતા, "ઝીલ્યાં એણે ઝરણ રસનાં, મૃત્યુને લાત દેતાં


"આદેશનું સ્મરણ એ ઉરમાં રહે ના, "સામીપ્ય એ મરણનું સમજી શકે ના; "જે સ્વાન્તમાં રસ-ધુની અનિવાર્ય વ્હેતી, "ને દિવ્ય ભાવ-બળથી ઉછળી રહેતી.

"મૃત્યુનું કે જગત પરનાં કાંઈ કર્ત્તવ્ય કેરૂં. "વારે વારે સ્મરણ વિલસે કાર્ય એ તો મતિનું; "એ બુદ્ધિ તો રસ–જલધિમાં છેક ડૂબી ગયેલી, "ને ચેપાસે અતિ ઉલટતી રેલ વીંટી વળેલી.

"દૂરે દૂરે હૃદય–તલથી ભાન ભૂલી ગયેલી, "ના જોવા કે સ્મરણ કરવા શકિ , એને રહેલીઃ "વીસારે છે વિવશ હૃદયો દેહ-સંબંધ જયારે, "મૃત્યુ કેરા સ્વર નવ કરે સર્વથા સ્પર્શી ત્યારે.


"સંસારના સકળ તાપ સમાવનારો, "ને વૈરના દૃશદને પણ ગાળનારા;

"જ્યાં સ્નેહસાગર ઉરે ઉછળી રહે છે, "ત્યાં મૃત્યુનો ભય રહી પળ શું શકે છે ?


"જ્યાં છે જાગતી ચેતના હૃદયને કર્ત્તવ્યમાં પ્રેરતી, "વારંવાર વિવેક, સાવધપણું ને ભેદ દર્શાવતી; "ત્યાં મૃત્યુ સહજ સ્વરૂ૫ પ્રકટી નિત્યે ડરાવ્યાં કરે, "ભૂડાં ભૂત અનેક એ હૃદયને રોકી રડાવ્યાં કરે,


"કિંતુ એને નિજ બળ થકી પ્રેમ જો દે દબાવી, "ને દ્વારે સૈ પિહિત કરીને રૂધશે માર્ગ રોકી; "તે એ ચાળા સકળ વીસરી સ્તબ્ધ બેસે બિચારી, "ભેદાભાવે પ્રયણ વિલસે એકલે વિશ્વવ્યાપી.


"ખેલે કૈંક નિશાચરો તિમિરને ઉભા રહી આશ્રયે, "દેખી દિવ્ય દિનેશને ભયભર્યા સંતાઇ સર્વે જશે; "ઉગે સ્નેહ તણે સુરમ્ય સવિતા ને તેજ વર્ષી રહે, "ત્યાં સૌ સંસુતિના ભ્રમો હૃદયને છેડીસિધાવી જશે.


"જ્યાં આંતરે જગત વ્યક્ત જરા ન થાય,"ને જ્યાં અંહત્વ ઉરથી વીસરી જવાય;"હું 'કારના હરિણને હણતે શિકારી, "ત્યાં કાળ શું કરી શકે શર લક્ષ સાંધી ?


"જે બુદ્ધિબલ્‌યુકત માનવ કદી કૈં ભૂલ ન્હાની કરે, "તોએ તે અપરાધ સંસૃતિ વિષે ક્ષન્તવ્ય કે ના ગણે; "કિંતુ અર્ભક, મૂઢ કે વિકળતે સ્હેજે ક્ષમા પામશે, "છો એ દોષ સહસ્રથી જગતની મર્યાદ છોડી જશે.


"ભિન્ન એ સ્વાન્ત બુદ્ધિથી, ભિન્ન એ પ્રેમ વિશ્વથી "બ્હાવરા બાળના જેવા એ ભાસે વિશ્વનેત્રથી; "વ્યોમનાં વિહંગો એ તો, વિશ્વમાં વપુથી વસે, "પ્રાણ પીયૂષથી પોષે ઉડતાં, ડોલતાં ફરે.


"સિંધુ કેરી સપાટી ઉપર વસે રે ! માનવો જ્યાં સુધી, "કાપી તોય–તરંગને તરી જવા ઈચ્છા કરે ત્યાં સુધી; "ડૂબી જાય પરંતુ એ અવનવા ઉલ્લેાલ અંગે સહી, "ત્યારે કૈં તરવા તણી ઉર વિષે ઇચ્છા શકે ના રહી.


“મૃત્યુ કેરી સહજ સ્મૃતિથી વિશ્વ કંપ્યા કરે છે, "તે નિદ્રાનું શરણ મળતાં સર્વતઃ શાંત રે' છે; "ગાઢી નિદ્રા પ્રણય પ્રકટે ભાન ભૂલાવી દેતી, "એને અંકે મરણ-ભય કે સૃષ્ટિને સંગ કયાંથી ?


"બેઠેલા આ જડ સમ બધા માત્ર બુદ્ધિ જગાડી, "ને ચોપાસે નજર કરતા રાચતા દૃશ્ય દેખી; "ગાયન્તીની વદન-સુષમા નેત્રથી જોઈ રે'તા, "ને વાણીની કંઇ મધુરતા માત્રથી મોહી રે'તા.


"એની દૃષ્ટિ શિર લટકતા ખડ્‌ગ દેખી શકે છે, "ને મૃત્યુની સ્મૃતિ પળ પળે સ્વાન્ત સેવી શકે છે; "સૂકાં હૈયાં દૃશદ સરખાં સ્તબ્ધ રે'તાં સદાય, "સ્પર્શી એને રસ-લહરિઓ હારીને દૂર જાય."


Rate this content
Log in

Similar gujarati poem from Classics