Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

સોનું બની જાતે જ ચળકવાનું હોય

સોનું બની જાતે જ ચળકવાનું હોય

1 min
112


દસ્તક વગર આવી જાય છે ક્યારેક દુઃખ

આ જીવનને આંગણે,

તારે જ એને જાકારો આપવાનો હોય છે,


અમૃત મળે સફળતાનું, તો સૌ ચાખવા આવે,

નિષ્ફળતાનું ઝહેર તો એકલાએ જ પીવાનું હોય છે,


મળે જીવન દરિયાના નાવિક બની, એ જ છોડી જાય મધદરિયે પારકા બની,

કિનારો મેળવવા તો જાતે જ પ્રયાસ કરવાનો હોય છે,


પથ્થર સમજી ભલે ઠોકર મારે જમાનો,

પણ હીરો સાબિત થવા,

પોતે જ પ્રયાસો કરવાના હોય છે,


ભલે જમાનો કહે કથીર તને,

પણ સોનું બની જાતે જ ચળકવાનું હોય છે,


ભલે સમજે સમાજ તને કાચનો ટુકડો,

પણ હીરો બની, તારે જ તારું મૂલ્ય પ્રસ્થાપિત કરવાનું હોય છે,


ભલે ને હોય જીવનમાં હોય લાખો સમસ્યા,

તોય હરેક પળને ઉત્સવ સમજી મનાવવાની હોય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational