સંતનો સંગ કરી લેને
સંતનો સંગ કરી લેને
સંતનો સંગ કરી લેને,
જીવડા ! તું સંતનો સંગ કરી લેને…
ભક્તિ તારે અંગે અંગ ભરી લેને,
જીવડા ! તું સંતનો સંગ કરી લેને…
સંત સંગતમાં સંસાર તરી લેને,
ભજન અખંડ કરી લેને,
જીવડા ! તું સંતનો સંગ કરી લેને…
સંત સંગતમાં હરિને ભજી લેને,
નામ હનુમંત જપી લેને,
જીવડા ! તું સંતનો સંગ કરી લેને…
સંત સંગતમાં વિદ્યા ભણી લેને,
'અર્જુન' કે' ગ્રંથ પઢી લેને,
જીવડા ! તું સંતનો સંગ કરી લેને…!