Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sanjay Prajapati

Inspirational

4  

Sanjay Prajapati

Inspirational

સંસારની મઝધારે

સંસારની મઝધારે

1 min
303


સરોવરની મઝધારે ગજરાજ પોકારે રે, 

મકરના બંધનથી પ્રભુ મને છોડાવો રે.

ગરૂડારૂઢ થઈ ત્વરીત પ્રભુ વારે આવ્યા રે.


દરિયાની મઝધારે જેસલ થરથર કંપે રે, 

સતી તોરલ મને દરિયાપાર ઉતારો રે.

સતીના સતને માટે પ્રભુએ નાવ તારી રે. 


કુરુક્ષેત્રની મઝધારે અર્જુન હિંમત હાર્યો રે, 

ગાત્રો શીથીલ થયાં રથ પર બેસી ગયો રે.

રણમધ્યે અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો રે. 


સંસારરૂપી ચક્રવ્યુહમાં અમે તો ફસાયા રે, 

અભિમાન અને સ્વાર્થથી અમે તો ઘેરાયા રે, 

મોહમાયાને દૂર કરી ભવબંધનથી છોડાવો રે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational