STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Inspirational

4  

Dhanjibhai gadhiya "murali"

Inspirational

સંગીતમય જીવન

સંગીતમય જીવન

1 min
235

સાત સ્વરોની સરગમની હું,

સાધના કરી રહ્યો છું, 

રાગ-રાગિણીને સાધ્ય કરીને હું,

જીવન અજવાળી રહ્યો છું,


સાત સ્વરોની સંગાથે મારું હું, 

જીવન સફળ કરી રહ્યો છું, 

દિલની ધડકનનો તાલ મેળવીને હું,

જીવન લયબદ્ધ કરી રહ્યો છું,


આલાપ-તાનનું ગાન કરીને હું,

સંગીતને લલકારી રહ્યો છું,

તાલ સંગ તિહાઈની રમત કરીને હું,

વાતાવરણ મહેકાવી રહ્યો છું, 


રાગ-રસ અને શબ્દોની બંદિશથી હું,

નાદ બ્રહ્મને જગાડી રહ્યો છું,

દિલમાંથી ઊઠેલા ભક્તિના તરંગોને હું,

ભાવપૂર્વક શણગારી રહ્યો છું,


પ્રભુ પ્રાપ્તિ માટેનો સરળ માર્ગ હું,

સંગીતને જ માની રહ્યો છું,

સંગીત છે મારો હરપળનો સાથી હું, 

નિજાનંદમાં ડૂબી રહ્યો છું,


મધુર સંગીતનું ગાન કરીને હું,

પ્રભુને પ્રસન્ન કરી રહ્યો છું,

સંગીત છે પ્રભુની પ્રેરણા "મુરલી"હું, 

જન્મ સફળ કરી રહ્યો છું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational