સ્નેહ
સ્નેહ
એક ઋતુનાં અણસાર સહ,
મિલન સાથે બે વ્યક્તિ થાય,
નાનકડાં ઉડતાં પારેવડાં એક થાય,
સપ્તરંગી દુનિયામાં તે વહી જાય,
સંબંધ પૂરવાર થાય કે નહીં !
સભ્યતાની જાળમાં વીંટળાય જાય,
થોડી ઇચ્છા પૂરી થાય કે નહીં !
પછી કાયમ ખામોશીનો ઉત્તર થાય,
લગ્ન જેનું સફળ થાય.
