સંબંધોનો સ્વભાવ
સંબંધોનો સ્વભાવ
સંબંધોનો કેવો આ સ્વભાવ છે,
ક્યાંક પ્રેમનો ભંડાર છે તો ક્યાંક લાગણીઓનો અભાવ છે,
સાથ આપે તો સ્મિત આપે પણ પાછળથી તો કૈક જુદો જ ભાવ છે,
સંબંધોનો કેવો આ પ્રભાવ છે,
સંબંધ તો છે બધા સાથે પ્રેમ ને લાગણીનો,
પણ ના જાણે કેમ એમાં પણ ભેદભાવ છે.