સંબંધનો બાગ
સંબંધનો બાગ
ના કરો ઉજ્જડ આ જિંદગીનો બાગ,
ભરી મગજમાં શંકા કેરો તેજાબ,
કંટકોની ચારે તરફ ના બનાવો વાડ,
સંબંધોને ખાઈ જશે આ શંકાની ખાવધરી જીવાત,
વંટોળ વિવાદોનો એવો ફંગોળાઈ કે,
લાગણી અને પ્રેમના પાન બધા ખંખેરાઈ,
સંબંધનું વૃક્ષ ના મુરઝાઇ,
એના માટે રાખો દિલમાં સચ્ચાઈ,
વિશ્વાસનું મૂળ રાખો પકડી,
સંબંધો છે ઝવેરાત એને રાખો જકડી.
