STORYMIRROR

Kalpesh Baria

Inspirational Others

3  

Kalpesh Baria

Inspirational Others

સમયનો પ્રયાસ

સમયનો પ્રયાસ

1 min
293

સમયને કહું છું વિસામો કરી લે,

પછી મન ભરીને તું પાછો ફરી લે,


થશે કામ પુરા હતા જે અધૂરા,

ફક્ત બાથમાં તું ઉમળકો ભરી લે,


નવી ડાળ ફૂટે તમે જો કહો તો,

પ્રતાપે તમારા વસંતે ખરી લે,


નથી બોલવું મૌન ધારણ કર્યું છે,

નિપુણતા હવે તું ચરણમાં ધરી લે,


બરફની હવે કલ્પ વાતો બહુ થઈ,

મળી છે તને તક હવે તું ઠરી લે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational