STORYMIRROR

શૈમી ઓઝા "લફ્ઝ"

Inspirational Others

4  

શૈમી ઓઝા "લફ્ઝ"

Inspirational Others

સમયની ચાલ

સમયની ચાલ

1 min
493

એ દિલ ખાલી કર ઉર્મીઓ,

ક્યારે સમય રમત કરી જશે,

ખબર નહીં પડે.


તુ રડી રડી તુટી જઈશ,

તને તારા પોતાના જ રડાવી જશે,

અંજાન ગલીમાં ખોવાઈશ,

ક્યારે સમય રમત કરી જશે,

ખબર નહીં પડે.


આજ તુ શું છે, કાલ શું હોઈશ,

વિધાતાના ઈશારા સમજી જજે,

જોજે હા મોડું ન થઈ જાય,

ક્યારે સમય રમત કરી જશે,

ખબર નહીં પડે.


કોને ખબર ક્યારે કોણ મળી જાય,

જીંદગી કેવો બોધ આપી જશે,

ક્યારે સમય રમત કરી જશે,

ખબર નહીં પડે.


કપટની વાહ થાય, સત્ય ફેંકાઈ જાય,

એ દિલ સાવધ,તારી સાથે શું થઈ જાય,

ક્યારે સમય રમત કરી જશે,

ખબર નહીં પડે.


કોણે કહ્યું પ્રેમ જીંદગી છે,

આ હકીકત આંસુઓમાં ફેરવાય,

વાયદા વચનોની મજાક બની જાય છે,

જીંદગી સુકાપાન સમી બની જાય છે,

ક્યારે સમય રમત કરી જશે,

ખબર નહીં પડે.


ઘનઘોર રાત્રી પછી મજાનું પરોઢ થાય,

દુઃખના અંધારા પુરા થાય,

ત્યાં સુઃખ ના કિરણ ઊગે,

ક્યારે સમય રમત કરી જશે,

ખબર નહીં પડે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational