સમય
સમય


સ્વને ઓળખી જીવવાની ટેવ વિકસાવો,
સમય બદલાઈ જશે !
પરિસ્થિતિ સાથે અનુકૂલન કેળવો,
સમય બદલાઈ જશે !
કૌશલ્ય ઓળખી તેને વિકસાવો,
સમય બદલાઈ જશે !
ફૂરસદના સમયે કુદરતને પામો,
સમય બદલાઈ જશે!
પુસ્તકો સાથે મૈત્રી બાંધો,
સમય બદલાઈ જશે !
સૌને માન-સન્માન આપો,
સમય બદલાઈ જશે !
જીવન જીવવાની રીત ઓળખો,
સમય બદલાઈ જશે !
પરિવારમાં સહુ ની વાત સાંભળો,
સમય બદલાઈ જશે !
સમયને માન આપી ચાલો,
સમય બદલાઈ જશે !
પોતાની જાતને સજ્જ બનાવો,
સમય બદલાઈ જશે !
જિંદગીમાં સંવાદિતા કેળવો,
સમય બદલાઈ જશે !
બીજાની ખુશી માં ખુશ બનો,
સમય બદલાઈ જશે !
પક્ષીઓનો મધુર કલરવ સાંભળો,
સમય બદલાઈ જશે !
ભીતરે પ્રગટેલી સહજતા ને પામો,
સમય બદલાઈ જશે !
કઠોર પરિશ્રમ કરી દેખો,
સમય બદલાઈ જશે!
પરમાત્મા પર શ્રદ્ધા રાખો,
સમય બદલાઈ જશે!