STORYMIRROR

Chirag Padhya

Tragedy

4  

Chirag Padhya

Tragedy

સમય

સમય

1 min
359

પાછો બનું હું બાળ એ સંભાવના ક્યાં છે !

તોડું ઉમરની જાળ એ સંભાવના ક્યાં છે !


પાણી ફર્યા અરમાન પર મ્હેલો રચ્યા જેના,

બાંધુ હવે હું પાળ એ સંભાવના ક્યાં છે !


કાપી હતી જે ડાળ એ તો આશરો મારો,

બદલું હવે હું ડાળ એ સંભાવના ક્યાં છે !


વશમાં નથી મારુ હૃદય સમજે નહીં મનને,

રાખું હૃદયની ભાળ એ સંભાવના ક્યાં છે !


વીત્યો સમય સરકી ગયેલો યાદમાં જોઉં,

બદલાય આજે કાળ એ સંભાવના ક્યાં છે !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy