સમર્પિત પ્રેમ
સમર્પિત પ્રેમ
પામવા માટે પણ કંઈક હોવું જોઈએ !
સ્વભાવ પણ સારો હોવો જોઈએ,
વાતવાતમાં આ કેવાં રીસામણાં !
પ્રેમ પણ ના અધૂરો હોવો જોઈએ !
કેમ વાંચે છે લોકો અધૂરી પ્રેમકહાની
પૂર્ણ પ્રેમ તો રાધાકૃષ્ણ જેવો હોવો જોઈએ,
પ્રેમમાં પાગલ તો ઘણા જોયા હશે !
પ્રેમ તો મીરાંબાઈ જેવો સમર્પિત હોવા જોઈએ.
