સમજણ
સમજણ
કડવી વાણી બોલવાથી દુશ્મનો વધી જાય છે,
મીઠી વાણી બોલીને દુશ્મનોને જીતી શકાય છે,
મતલબ પૂરો કરવા માનવી ગદ્દાર બની જાય છે,
ગદ્દારોને દૂર રાખવાથી પાયમાલીથી બચી જવાય છે,
પ્રેમને રમકડું સમજનારાઓ જિંદગીમાં ભટકી જાય છે,
પ્રેમને વફાદાર રહેનારાઓનું જીવન મહેંકી જાય છે,
જૂઠું બોલનારાઓની દુનિયામાં બોલબાલા થાય છે,
સાચુ બોલનારાઓ દુનિયામાં કાયમ બદનામ થાય છે,
રડવાથી આંસુઓ પણ આપણા પરાયા બની જાય છે,
મધુર સ્મિત ફરકાવવાથી "મુરલી" પરાયા પોતાના બની જાય છે.
