STORYMIRROR

Chaitanya Joshi

Inspirational Thriller

3  

Chaitanya Joshi

Inspirational Thriller

સમજાતી નથી

સમજાતી નથી

1 min
13.8K


કારણ વગરની વાત સમજાતી નથી,

ને મને માનવની જાત સમજાતી નથી,


રાત પછી દિવસ એ ક્રમ છે સૃષ્ટિનો,

પણ રાત પછીની રાત સમજાતી નથી,


એકરંગાને સાવ સરખાં લાગે તોયે,

અંતરની નોખી ભાત સમજાતી નથી,


કોઈનું અહિત કરવા કરતા સંગઠન,

એવા મનુષ્યની નાત સમજાતી નથી,


જ્યાં માનવ મળ્યે ન ચહેરા હસતા,

એવી થતી મુલાકાત સમજાતી નથી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational