સજનવા
સજનવા
સંગ મૃદંગ ઢોલ થાપ સજનવા,
નાખી આંખમાં આંખ સજનવા,
મન જાગી આ અભિલાષ સજનવા,
ચાલને રમીએ રાસ સજનવા.
જામી રઢિયાળી રાત સજનવા,
નોખી એની તો ભાત સજનવા,
ચોતરફ છે ઉલ્લાસ સજનવા,
ચાલને રમીએ રાસ સજનવા.
જો ચાંદો ઊગ્યો ચોક સજનવા,
ને તું મારે મન ગોખ સજનવા,
આ કરીએ લહાણ ઉજાસ સજનવા,
ચાલને રમીએ રાસ સજનવા.
પગની લઇ એવી ઠેક સજનવા,
મન પહોંચે ગગન છેક સજનવા,
આખુ બ્રહ્માંડ આવે પાસ સજનવા,
ચાલને રમીએ રાસ સજનવા.
હું માથે મૂકું આ હેલ સજનવા,
પ્રેમરસ એમાં ઉડેલ સજનવા,
છિપાવ જન્મોની પ્યાસ સજનવા,
ચાલને રમીએ રાસ સજનવા.
તું વૈંકુંઠ પડતું મેલ સજનવા,
ગોકુળ આવને છેલ સજનવા,
એમ મળે શ્વાસમાં શ્વાસ સજનવા,
ચાલને રમીએ રાસ સજનવા.
