STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

સિજદો કરી લઉં છું હું ખુદાને

સિજદો કરી લઉં છું હું ખુદાને

1 min
141

તારી એક ઝલક તું બતાવ તો ખરી,

મારા હૈયે ભરપૂર સૂકુન દે છે એ ભરી,


માંગુ છું તારી પાસે સ્નેહનું એક બુંદ,

અને તું સ્નેહની સરિતા દે છે ધરી,


માંગુ છું એક વાર તારી ચાહત હું,

અને હૈયે ખુશીઓ આપે છે તું ફરી ફરી,


આવે છે તું ધોમધખતા તાપમાં વરસાદ બની,

હરિયાળી બનાવી જાય છે તું મારા હૈયાની નગરી,


મારી ચાહત, મારી ઇબાદત, મારી બંદગી તું,

મારી જિંદગી ખુશહાલ દે છે તું ફરી ફરી,


આ ચાહતથી છલકાવે છે તું મારા હૈયાને,

અઢળક ખુશીઓ આપે છે તું ભરી ભરી,


સિજદો કરી લઉં હું આજે ખુદાને,

જેને નજાકત અને રૂપ આપ્યું,

જેના પર જાઉં હું વારી વારી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance