શ્વાસમાં વિશ્વાસ નથી
શ્વાસમાં વિશ્વાસ નથી


શ્વાસમાં વિશ્વાસ નથી,
આ કાયાનો કોઇ વિશ્વાસ નથી.
શ્વાસ ક્યારે નીકળી જશે, આ દેહમાંથી,
એ પ્રભુ વિના કોણ જાણે છે,
લલાટે લખેલ લેખ તો,
વિધાતાજ જાણે છે.
આ જિંદગી જીવી જાણો,
છોડી આશા મોહમાયાની,
સત્તા ને રૂપિયામાં રમનારા,
મોહ છોડો આ કામણગારી કાયની.
કે, સત્તા ને સંપત્તિનો નશો,
ઉતારી દેશે શ્વાસ ભરી લલનાઓ,
હે મનવા, સત્યની સાથે રહી,
જિંદગીના ચોપડા ચોખ્ખા રાખજો.
ભાઈ ભાન્ડુ કે સ્નેહીઓ ને મિત્રો,
કોઇ સાથે નહી આવે,
પુત્ર-પુત્રી કે પત્ની પણ,
કોઇ સાથે નહી આવે.
માત્ર ને માત્ર, મા-બાપના સિંચેલ,
સંસ્કાર જ સાથ આવશે,
જે વિશ્વાસ સાથે જ શ્વાસમાં રહીને જ.
છેલ્લા શ્વાસ સુધી ભજી લેજે,
'મિલન' પ્રભુમાં વિશ્વાસ રાખીને.
એટલેજ પ્રભુ પરના વિશ્વાસથી,
આ શ્વાસ ચાલે છે.