શ્વાસ
શ્વાસ
એક બાળકીની કેવી રે ગાથા,
દીકરી બની, એક વાંક વિધાતા..
સ્ત્રી રૂપ એક માતા બધાને ગમશે,
બેટીને હટાવો, એજ બધાની ભાષા...
ઉછેરતી પ્રેમથી તો તારે બે કુળને,
બધાં રાખતા હજારો આશા,
છતાં નથી જોઈતી દીકરી,
આતે કેવી પરિભાષા !?
સ્ત્રી જીવનમાં જોઈ સૌને,
મૌન એ એના ગુણ અંકાતા,
બોલે જો બે શબ્દો સામા,
તો જીભે તેને તાળા દેવાતાં...
છતાં તું બોલ તેમ જ થાય:
આ તે કેવી રમુજી વાચા...
દિલ દીકરીમાં પણ ધબકે જ છે,
શા માટે ! શ્વાસ એનાં રૂંધી દેવાતાં...?!
