STORYMIRROR

mansi ambaliya

Drama

3  

mansi ambaliya

Drama

પસંદગી

પસંદગી

1 min
300

પ્રેમની પરિભાષા નથી સમજાતી મને,

મિત્રતાની એ મસ્તીઓ મને પસંદ છે...


બાળપણ છે મારામાં છતાં રમતાં નથી આવડતું સંબંધથી,

મને તો તેને નિભાવવો વધુ પસંદ છે...


ઘડ્યો છે રસ્તો જે તારી આત્માથી મારા હૃદયનો,

હવે તેને લક્ષ્યમાં બદલવો મને પસંદ છે...


ઘણી લાગણી જોડાયેલી દોસ્ત તારા થકી,

તેને ભરપૂર માણવું મને પસંદ છે...


હાથમાં નહિ હોય હાથ જે દિવસ ,

બસ શ્વાસ થંભાઈ જશે તો એ પણ મને પસંદ છે...


નામ નથી કોઈ ખાસ આ સંબધનું ,

કોઈક ખાસ ને જ દોસ્ત કહેવું મને પસંદ છે...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama