STORYMIRROR

urvashi trivedi

Inspirational

3  

urvashi trivedi

Inspirational

શું ફરક પડવાનો છે

શું ફરક પડવાનો છે

1 min
42

મતલબી દુનિયાનાં આ મેળામાં,

તે મારા ચહેરાના ભાવ વાંચી લીધા,


દુનિયા જાણે કે ન જાણે શું ફરક પડવાનો,

ચહેરા પર મહોરું પહેરી ફરતા લોકો વચ્ચે

તે, મારી આંખોના અજંપાને નિહાળી લીધો,

દુનિયા જાણે કે ન જાણે શું ફરક પડવાનો,


વાક બાણોથી વીંધતા લોકોની વચ્ચેથી,

તે, મારા હોઠોના ફફડાટને વાંચી લીધો,

દુનિયા જાણે કે ન જાણે શું ફરક પડવાનો,


પહાડો અને મેદાનોમાંથી પસાર થતી નદી,

અફાટ સાગરની ગહેરાઈમાં સમાઈ જાય છે,

મોજાં જાણે કે ન જાણે શું ફરક પડવાનો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational