STORYMIRROR

ચૈતન્ય જોષી

Tragedy

4  

ચૈતન્ય જોષી

Tragedy

શું કરવું?

શું કરવું?

1 min
388

શું કરવું મધમીઠા સંસારનું તમારા વિના ?

શું કરવું વાહવાહી સંસારનું તમારા વિના ? 


ઘણાં છે માનવી ચહેરેમહોરે દેખાય જે,

શું કરવું સાવસૂકા આવકારનું તમારા વિના ?


વસ્તુપદાર્થોના સુખ આપી શકતા મનને,

શું કરવું અન્યના એ વિચારનું તમારા વિના ?


નથી એવું કોઈ આગમન કે ભીનુંભીનું લાગે,

શું કરવું સ્વાર્થના સૂત્રધારનું તમારા વિના ?


જરુરિયાત મારી કે આપ્તજનની હૂંફની,

શું કરવું સઘળા તહેવારનું તમારા વિના ?


હોય સ્વજન કે જેનાં હૈયે સ્થાન આપણું, 

શું કરવું ઔપચારિક આચારનું તમારા વિના ?


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy