શું કરું હવે વાત
શું કરું હવે વાત
શું કરું વાત મારી જિંદગીની વાત નથી હવે વાટમાં
શું સ્મરણ કરું મારી જિંદગીનો સાથ નથી હવે હાથમાં,
શું યાદ કરું મારા અહેસાસની આશને હવે તે ખાખ છે
શું મનને શાંત કરું મન હવે કંઈક લાચાર છે,
શું કરું આ સમયની વાત ને વાત હવે આંધળો પાટ છે
શું કરું આ રંગોની રીત ને રીત હવે રઝળપાત છે,
શું કરું હવે હૃદયની ધડકનને હૃદય હવે શાંત છે
શું કરું હવે જીવનની શરૂઆત જીવન હવે બેકાર છે.