STORYMIRROR

Falguni Rathod

Inspirational

3  

Falguni Rathod

Inspirational

શું ભલે વાર હોય

શું ભલે વાર હોય

1 min
155

કામ કાચી માટીનો હોય,

તો શું ભલે વાર હોય ?

છીપાઈ તરસ એ માટીથી,

ત્યારે કંઈ વાત હોય .....

હા...ત્યારે કંઈ વાત હોય...!


શમણાંઓને આંખમાં છૂપાવ્યા હોય,

તો શું ભલે વાર હોય ?

ખુલ્લી આંખોએ સાચા પડે,

 ત્યારે કંઈ વાત હોય....

હા...ત્યારે કંઈ વાત હોય...!


 નાજુક નમણા હાથોને દબાવ્યા હોય,

‌‌ તો શું ભલે વાર હોય ?

 હાથોમાં લઈ કલમના પ્રહાર કરે,

 ત્યારે કંઈ વાત હોય....!

હા....ત્યારે કંઈ વાત હોય...!


 સોનાના શણગાર સજાવ્યા હોય,

તો શું ભલેવાર હોય ?

 અગ્નિની ભઠ્ઠીમાં કાયા કંચન બને,

 ત્યારે કંઈ વાત હોય.....

 હા....ત્યારે કંઈ વાત હોય...!


આયખાના આંસુને આમ લૂછતા હોય,

તો શું ભલે વાર હોય ?

પડછંદ હાસ્યની ફૂલવાડી ખીલે,

 ત્યારે કંઈ વાત હોય.....

 હા....ત્યારે કંઈ વાત હોય.....!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational