STORYMIRROR

Shaurya Parmar

Inspirational

3  

Shaurya Parmar

Inspirational

શરૂ કર.

શરૂ કર.

1 min
27.5K


પાંખો ખોલીને,ઉડવાનું શરૂ કર, 

મુસીબતો,સામે લડવાનુ શરૂ કર.

રંગો ઉછીના લઈને પણ પૂરી દે, 

ચકિત કરે એવુ દ્રશ્ય ઉભુ કર.

આરોહ અવરોહને જોયા વિના, 

નવા સૂરમાં કોઈ ગીત રજૂ કર.

હારને પણ હરાવીને હીરો બન, 

નકામુ હોય નીંદણ,એને જતુ કર.

બેસી રેહવાથી કોઈ ફાયદો ખરો? 

થા ઊભો,તારુ વ્યક્તિત્વ છતું કર.

એ સામે બેઠી સફળતા જોઈ લે, 

પામવા હાટુ ફકત એક પગલુ ભર.

પાંખો ખોલીને,ઉડવાનું શરૂ કર, 

મુસીબતો,સામે લડવાનુ શરૂ કર. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational