શ્રધ્ધા દીપ
શ્રધ્ધા દીપ
નથી મશહૂર ગઝલ, કે નથી, શાયરીનો શેર,
મનને જે અસર કરે એ, કાવ્યનો પ્રકાર છું !
રસ્તો કરે જે, આડીઅવળી ડગર પર,
અવિરત વહેતો, એ ઝરણાંનો પ્રહાર છું !
સવારે ઊગતો, અને સાંજે આથમી જાતો,
તેજસ્વી સુર્ય નો, તેજોમય, પ્રકાશ છું !
આત્મબળથી ઝઝુમતો, ને આગળ વધતો,
સફળતાનો, પ્રચંડ પોલાદી વિશ્વાસ છું !
શ્રધ્ધાના કોડિયામાં, આશાની જ્યોતનો,
ઝગમગતો ઝળહળતો, દીવડાનો પ્રકાર છું !
તડકો નથી તોય, એવો એક ઉઘાડ છું,
નફરત ના ઓળખે એ, “ચાહત”નો સ્વીકાર છું !
