શ્રદ્ધાંજલિ
શ્રદ્ધાંજલિ
પડી છે દેશમાં ખોટ તમારી, તમારા જવાથી,
રહી છે ભારતી અશ્રુ સારી, તમારા જવાથી,
નારી શકિતનું પ્રતિનિધિત્વ તમારું અણનમ્,
કરશે સૌ યાદ તમને સંભારી, તમારા જવાથી,
દેશદાઝને દેશ પ્રેમ અવિસ્મરણીય છે તમારો,
ગયાં છો જીવનને શણગારી, તમારા જવાથી,
અભિન્ન અંગ સરકારનું રહ્યાં સુષ્માજી તમે,
જનસેવાની નેમ રહી તમારી, તમારા જવાથી,
નહિ ભૂલાય દેશથી કદી સેવા કરી તનમનથી,
સદાય જનસેવાના ભેખધારી, તમારા જવાથી,
પ્રાર્થીએ શાશ્વત શાંતિ દેજે એ આતમને પ્રભુ,
રહ્યા સૌ અંતરથી ઉદગારી, તમારા જવાથી.
