STORYMIRROR

Sunita Mahajan

Inspirational

4  

Sunita Mahajan

Inspirational

શ્રાવણ માસ

શ્રાવણ માસ

1 min
427

આવ્યો રૂડો શ્રાવણ માસ,

ઉત્સવો લાવ્યો એ તો ખાસ,


ઉત્સાહ શિવ ભક્તિનો ખાસ,

ઉજવવા તહેવારો આ માસ,


ભાઈ બહેનના પ્રેમનો ખાસ,

સાથે કૃષ્ણ ભક્તિનો આ માસ,


ક્યાંક નાગદેવતા પૂજાય,

ક્યાંક શીતળામાતા પૂજાય,


કૃષ્ણ જન્માષ્ટમી ઘેર ઘેર મનાવાય,

જૈન ઘેર તો પર્યુષણ ઉજવાય,


ગુરુ અને ગોવિંદને પવિત્રા ધરાવાય,

ખેડૂત ઘેર બળદની પૂજા પ્રેમે થાય,


શ્રીજી ઝૂલે હિંડોળે આ માસ,

ભક્તો દર્શન કરી રાજી થાય ખાસ,


કહેવાય આ તો ચાતુર્માસ,

ભક્તિ કેરાં ઉપવાસ ખાસ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational