શોધવા નીકળી છું
શોધવા નીકળી છું
આ બનાવટી દુનિયામાં
મારા અંગતને શોધવા હું નીકળી છું,
છાંટી નકલી અતરથી તન બદન મહેકાવતા
લોકોથી દૂર થઈ,
અસલી ગુલાબોની મહેક હું શોધવા નીકળી છું,
બ્યુટી ક્રીમના જમાનામાં અસલી ચહેરાને
છૂપાવતા ચહેરાઓથી ત્રસ્ત થઈ
આ કુદરતી સૌદર્યને શોધવા હું નીકળી છું,
આ ફેસબૂકના હજારો કહેવાતા મિત્રોને
છોડી આ શેરીના મિત્રોને શોધવા હું નીકળી છું,
આ જૂઠી અને આભાસી દુનિયાના ચક્કરમાં મે ખોયા અમૂલ્ય સંબંધો
આ ખોવાયેલા સંબંધોને શોધવા
હું નીકળી છું,
વ્હોટસએપ અને ટ્વીટર પર
ગુડ મોર્નિંગ કહેતા કહેવાતા લાખો મિત્રોને મૂકી
શુભ પ્રભાત કહેતા આ બાળ મિત્રોને
શોધવા હું નીકળી છું,
આ આભાસી અને ઝાકઝમાળ જીવન જીવવાની લાલચમાં ખોવાયું
મારું અસ્તિત્વ
આ અસ્તિત્વના દર્પણને શોધવા હું
નીકળી છું.
