STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Inspirational

4  

Ramesh Patel (Aakashdeep)

Inspirational

શોધવા છે બાપુ

શોધવા છે બાપુ

1 min
203

ભૂલ્યા છે પથ આ ધરતીના છોરું

ખુદ માનવીએ માર્યુ માનવતાને તાળું,

પ્રગટાવવા દિલડામાં દયાનું મોજું

મારે શોધવા છે બીજા એક બાપુ,


ધર્મને સંકુચિત કરી સપડાયો માનવી

ભાવનાની વાતો ભૂલ્યા રે પૃથ્વીવાસી

તવ ચીંધ્યા માર્ગે માનવતાને માપું

મારે શોધવા છે બીજા એક બાપુ,


શાસકો ભૂલ્યા છે નીતિ રીતિની વાતું

વિષાદના વંટોળના વાયા છે વાયુ

મૂરઝાયેલા સનાતન મૂલ્યો કેમ હવે ગોતું ?

મારે શોધવા છે બીજા એક બાપુ,


સેવા સાદગીનો મંત્ર છે કિંમતી સોનું

અહિંસાના માર્ગે જ છે સૃષ્ટિ સુખ સાચું

હિંસાથી ત્રસ્ત વિશ્વને જોઈને હું દાઝું

મારે શોધવા છે બીજા એક બાપુ,


સર્જનહારનાં છે સૌ વહાલાં સંતાનો

વિપરીત વિચારધારાના ઊઠ્યા છે તોફાનો

તારા પડછાયાનો છાયો હવે શોધું

મારે શોધવા છે બીજા એક બાપુ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational