શોધજે મને
શોધજે મને


શોધજે મને ભીની ભીની લાગણીઓમાં,
સૂકીભઠ્ઠ વ્યવહારીકતા માં હું નહીં મળું..
શોધજે મને નજીકથી હૃદયની મોકળાશમાં,
જોજનો વિસ્તરેલી દુરતામાં હું નહીં મળું..
હું અલગ છું ને મારુ અસ્તિત્વ પણ અલગ,
ભીડની ભાગોળે ના ગોત હું નહીં મળું..
જોજે મારા મૌનમાં પણ ભીની વાતો હશે,
અર્થહીન શબ્દોમાં તો તને હું નહીં મળું.