શક્તિ સ્વરૂપા
શક્તિ સ્વરૂપા
નવલી નવરાત્રી આવી માં અંબા
લાલ લાલ વસ્ત્ર સંગ પધાર્યા મા,
શક્તિ કેરા સ્ત્રોત વહાવવા
મા અંબા ગરબે રમવા આવે,
ગુસ્સા અને ક્રોધ થકી ઊર્જા અર્પે
અનિષ્ટ તત્વોનો પળમાં નાશ કરે,
મંગળ અવસરે મા લાવે જીવનમાં
આનંદથી સૌને ચાહે રે જગમાં,
ગરબાના રંગે ભક્તિમાં ઝબોળે
સુખની પળ જીવનમાં ભરે.
