શકો તોયે ઘણું
શકો તોયે ઘણું
તમારી જાતમાંથી 'હું 'પદ કાઢી શકો તોયે ઘણું,
મનમાંથી મેદસ્વીપણાને કાઢી શકો તોયે ઘણું.
બદલાતા જતા જમાના સાથે ખુદ જાત બદલો,
જમાના સાથે હરણફાળ ભરી શકો તોયે ઘણું.
સમાજને મદદ કરવી તે દરેક માણસનો ધર્મ છે,
દુનિયામાં ભલમનસાઈથી જીવી શકો તોયે ઘણું.
નિંદા, ઈર્ષા, વેરભાવની કુટેવથી જાતને બચાવો,
વેરના બદલાની આગથી દૂર રહી શકો તોયે ઘણું.
અહીંયા લેભાગુઓની ટોળકીઓ લૂંટવા તૈયાર છે,
ખાટ્સવાદિયાઓને ઉઘાડા કરી શકો તોયે ઘણું.