શિયાળામાં માવઠું
શિયાળામાં માવઠું
કેવો ઠંડો પવન ફૂંકાય ?
ઘરમાં પણ ઠંડી લાગતી જાય !
આગાહી એવી આવી જાય
વંટોળ સાથે વરસાદ પડતો જાય !
સાંભળીને ઠંડી વધુ લાગે
સ્વેટર પહેર્યું પણ વધુ ઠંડી લાગે !
અચાનક વાતાવરણમાં પલટો આવ્યો
કાળા વાદળો ને વંટોળ આવ્યો !
ઝબૂકે વીજળી ને વરસે પાણી
શિયાળામાં કેવું વરસે પાણી !
ઋતુઓ સાથે રમત થઈ
શિયાળામાં માવઠું નથી નવાઈ !
ગામમાં પરેશાન, શહેરમાં પરેશાન
જગતનો તાત તો ચિંતિત થાય !
માવઠાથી થાય બહુ નુકસાન
શિયાળામાં માવઠું, બધા પરેશાન !
પર્યાવરણની સુરક્ષા ના જળવાઈ
શિયાળામાં માવઠું નથી નવાઈ !
