શિક્ષકથી દીપતા
શિક્ષકથી દીપતા
પાઠ જીવનના શિક્ષકથી દીપતા,
જ્ઞાન લ્હાણી શિષ્યને એ અર્પતા,
શબ્દ ગંગા વહે જગે એથી વળી,
એ શિક્ષકમહિમા તો પુસ્તક પાનમાં.
ધોઈ નાંખે જીવને અંધારના,
રંગ કાળા જે ઉકેલ અજ્ઞાનના,
વહે કલમની ધાર શબ્દો માપતી,
પાંખ આપે આભ કોરી નાથવા.
