STORYMIRROR

Bharat Thacker

Inspirational

4  

Bharat Thacker

Inspirational

શિક્ષકનું વળતર

શિક્ષકનું વળતર

1 min
340

શિક્ષક જેવો એકેય હોદો નહીં, શિક્ષક માટે સહુને આદર છે

સહુ સ્વીકારે છે દિલથી, શિક્ષક જિંદગીનો સાચો રાહબર છે


ટાંચા સાધનો વચ્ચે ગબડાવે રાખે છે એ પોતાની જિંદગીનું ગાડું

શિક્ષક હોય દીવા જેવો, પોતે બળીને વિધાર્થીની જિંદગી કરે ઉજાગર છે


પોતાની જિંદગીમાં આવતી ભરતી અને ઓટને કરીને દરકિનાર

સમાજને આપે છે કેટકેટલા રત્નો, શિક્ષકગણ જાણે મહાલતો સાગર છે


થાય એટલું કરીયે એમ નહીં, પણ કરીએ એટલું થાય

આવી વિચારસરણી સાથે શિક્ષક કરે સમાજનું ઘડતર છે


કરકસર ભરી જિંદગી જીવતા શિક્ષક્ગણનું સમાજ સ્વીકારે છે ઋણ

સમાજનો થઈ રહ્યો છે વિકાસ, શિક્ષકના માટે એ મોટું વળતર છે


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational