શિક્ષકદિન નિમિત્તે સર્વે શિક્ષકશ્રીને વંદન
શિક્ષકદિન નિમિત્તે સર્વે શિક્ષકશ્રીને વંદન


પારણામાં પોઢતાં ને હિંચકે ઝૂલતાં,
બાળપણમાં અમે ભૂલકાંઓ ખૂબ રમતાં,
સમજણ આવી ત્યારથી ‘શિક્ષક’થી ડરતાં,
સત્ય-અહિંસા, પ્રેમ-સ્નેહના પાઠ ભણતાં,
જિંદગીના સંઘર્ષમાં શિખામણ અમે લેતાં,
અડીખમ વડલા જેવી છાંયા અમને દેતા,
કાંટાળી પગદંડી પર હિંમતભેર ચાલતાં શિખવતાં,
‘શિક્ષક’, શબ્દની ગરિમા અમે જાળવતાં,
સંધુય સમર્પણ સર્વે ‘શિક્ષક’ના ચરણોમાં કરી,
અંતરમનથી આશિર્વાદની જ અમે ઇચ્છતાં.