STORYMIRROR

Parag Pandya

Romance

4  

Parag Pandya

Romance

શીખટકોર

શીખટકોર

1 min
362

મેં એને શીખટકોર શું કરી ! છંછેડાઈ ગઈ,

લાગે છે હવે ગર્વાભિમાન રહી છે દેખાડી !


ઘાવ હ્રદયના સંતાડીને હસી રહ્યો છું હું,

કોને કહું હોય કેવું, કોઈને મેળવી ગુમાવવું ?


બેચેન મને જોયો છે તેં હવે જો ધીરજ મારી,

તું પણ બૂમો જોરથી પાડીશ જોઈ ચુપ્પી મારી !


જમાનો આખો ગયો વાંચી પુસ્તક અમારી,

હતી ક્યાં ફુરસત વાંચવાની જેમને માટે લખી !


જીંદગી ગઈ વીતી તારા એજ વિચારમાં સખી,

એક દિવસ તું દોડી આવી ભીંસીસ આલિંગનમાં !


Rate this content
Log in

Similar gujarati poem from Romance