શીદને નારાજગી
શીદને નારાજગી
હું રિસાણી ને તું પણ રિસાયો,
શીદને ચડ્યા આપણે જિદે,
આજની તિરાડ કાલના અબોલા,
શીદને કરીએ અબોલાના વધામણાં,
તારી ને મારી આમ નારાજગી,
શીદને આપીએ અહમને આશરો,
નાની વાતને લઈ આમ દિલ પર,
શીદને બનાવીએ સંબંધો ખોખલા,
ના હું રાજી કે ના તું રાજી,
શીદને કરીએ આવા રિસામણા,
મળ્યું છે થોડું અમથું જીવન,
શીદને વેડફીએ હસતું ખેલતું જીવન,
ના સાથે કશું લાવ્યા કે ના લેતા જશું,
શીદને કરીએ આટલો અહંકાર,
મૂક આ રિસામણા ને મનામણાં,
શીદને રે'વું એકબીજા વિના એક પળ પણ.
