શબ્દતણાં
શબ્દતણાં
શબ્દતણાં સાગરમાં ઝઝુમવા માગું છું.
મારી કલમ રૂપી તાકાતથી તરવા માગું છું,
જાણું છું મારી નાવ હાલકડોલક થશે
કલમની તાકાત મને નમવા નહિ દેશે,
મારા શબ્દોના તીર એટલા તો છે મજબૂત
હર નાવ મારી પાર કરવા છે મજબૂત,
ભલેને આવ્યા કરે તડકી છાંયડીની દોર
નહિ ચાલે જીવનમાં વધુ એનું જોર.
