STORYMIRROR

Chaitanya Joshi

Inspirational Others

3  

Chaitanya Joshi

Inspirational Others

શબ્દ

શબ્દ

1 min
28.8K


શૂન્યમાંથી શબ્દ સરજાયો હશે,

વસી જિહ્વા કદી સંભળાયો હશે.


વાત છે લિપીની શોધ પૂર્વેની એ,

મધુર કર્ણપટલે અથડાયો હશે.


શરુઆત અભિવ્યક્તિની એવી,

સંકેતની ભાષાને સમજાયો હશે.


હાવભાવ થયા પૂરક સમજવાને,

આરોહ અવરોહમાં મૂંઝાયો હશે.


સફળતા જબાનને કર્ણતણી છે

માનવ એ સમયે મલકાયો હશે.


શોધ લેખનની થતાં ભોજપત્રે,

શબ્દ ખુદ વસી હરખાયો હશે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational