સઘળાં વ્યસનો
સઘળાં વ્યસનો
ઘોર અંજામ લાવે છે આ સઘળાં વ્યસનો,
પરિવારો બરબાદ થાય એમાં આ સઘળાં વ્યસનો.
કોઈ પીએ શરાબ, કોઈ છોડે ઘૂમાડો તમાકુનો,
રોગનાં તાંડવમાં સૌ આવી જાય એમાં આ સઘળાં વ્યસનો.
બરબાદી કરે શરીરની ને સાથે નાણાંની પણ,
કેન્સર ને ટીબી ગ્રસ્ત બની જવાય એમાં આ સઘળાં વ્યસનો.
નથી કોઈ શોખ ખાતર પીતા બધાં તમાકુને,
આદત આ પડે એકવાર પછી ન છુટાય એમાં આ સઘળાં વ્યસનો.
"સખી" છોડી દો આ તમાકુને પરિવારનાં ઉજ્જ્વળ ભવિષ્ય ખાતર,
નથી મળતું મુક્ત હાસ્ય, ભળે એમાં આ સઘળાં વ્યસનો.
