STORYMIRROR

Drsatyam Barot

Classics Inspirational

5.0  

Drsatyam Barot

Classics Inspirational

સેલ્ફી લઈને થાક્યા હો

સેલ્ફી લઈને થાક્યા હો

1 min
27.7K


સેલ્ફી લઈને થાક્યા હો તો,

દિલનો વિડીયો કરજો.

આસું કોઇના લૂછવા માટે,

સોફ્ટવેર ક્રિયેટ કરજો.


વાળી-ચોળી ઈર્ષા તમે,

દિલથી ડીલીટ કરજો,

મનનો કચરો કાઢી બધો,

સાથે ક્લીયર કરજો.


હળવું હળવું સ્મિત વચ્ચે,

સૌને સેન્ડ કરજો,

આવે મનમાં ખીજ જ્યારે,

લાગણી સ્ટેન્ડ કરજો.


દુઃખનો આવે જથ્થો તમે,

નાહક ડરી મરજો,

આવનારા સુખો સાથે,

હરદમ ચેટિંગ કરજો.


જિદગીનો ગુસ્સો બધો,

સદા ડિલીટ કરજો,

હસતાં વ્હાલા મુખડાને,

કાયમ સેવ કરજો.


સંબંધોની સરવાણીને,

કાયમ અપડેટ કરજો,

ટૂટે કોઇના દિલ એવા,

ડેટા કદિ ન ભરજો.


ખુશિયો સ્ટોરેજ ન કરતાં,

ફોરવર્ડ સૌને કરજો,

દર્દ સૌના જીવવા માટે,

ફૂલ ડાઉનલોડ કરજો.


પ્રિ-પેઇડ, પોસ્ટ-પેઇડ,

પ્રેમમાં ના ચાલે,

અનલિમિટેડ ચાલે એવું,

દિલમાં બેલેન્સ ભરજો.


Rate this content
Log in

Similar gujarati poem from Classics