સબંધ સાચવો મનવા
સબંધ સાચવો મનવા
જેમાં સ્વાર્થનું ના હોય નામ,
એ સબંધો લાંબો સમય સચવાય,
એવા આત્મીયજનના છે કામ,
જેમાં સબંધો સહન કરી જળવાય.
કેટલાક સબંધો એવા થાય કે ભાઈ,
જે પરાણે ટકાવી રખાય,
કેમ છો ? કહેવાના સબંધો ભાઈ,
જીવનમાં ભ્રમ પેસાડતાં જાય.
અંતરની લાગણીના સબંધો જ છે કામના,
મને કમને બાંધેલ સબંધો શું કામના,
સબન્ધની શાન જાળવવા બન્ને પક્ષોએ.
જતું કરવાની ભાવનાથી મળે નામના.
કોઈનીય કયારેય જરૂર નથી,
એવુ ના માનશો જીવનમાં,
'ખપ પડે છે ધુળનોયે' માની,
સબંધો સાચવો મનવા.
સારા નરસાની પરીક્ષા તો પ્રભુ પણ કરે છે,
ભવસાગર તરવા શ્રદ્ધાની કેડી
કંડારી ચાલજો મનવા.
