STORYMIRROR

Dr.Riddhi Mehta

Inspirational

3  

Dr.Riddhi Mehta

Inspirational

સૌંદર્યની મહેક

સૌંદર્યની મહેક

1 min
283

આ દેહની શું કિંમત??

કંઈ સમજાતું નથી.

વાન પરથી થાય મૂલ્ય,

તો ગુણનું કોણ કરે તુલ્ય?


આ ચહેરો છે સુંદર,

ને દીસે સોહામણો.

બાહ્ય રૂપને મોહે સહું,

અંદર છુપાયેલા એ ગમની શું વાત કહું !!


આ સાજ શણગારથી તન દીપતુ,

અરીસામાં પણ જાણે ઘમંડ દેખાતું.

નિર્મળ મનને એ જરાય ના રાચતું.


સુંદરતામાં મોહતા એ ભ્રમર મન,

લોકોની કુદ્રષ્ટિમાં ફસાય નહીં તન.

આ કળિયુગમાં રહેવું પડશે સતર્ક.


બહાર ચહેરો હસતો દીસે,

અંદર છુપાયેલાં ઉચાટને કોણ સમજે?


સૌંદર્ય મળે એ પુણ્યકર્મની દેન છે,

પણ જો એનું કરશો નહીં જતન,

તો આખા અસ્તિત્વનું થઈ જશે પતન.


આ રૂપ આખરે તો ઝાંખું જ પડશે,

ગુણને સંસ્કાર જ સાથે રહેશે.

ફક્ત સુકર્મ જ સાથે આવશે,

ભવોભવની નૈયાને તરતી રાખશે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational