STORYMIRROR

Vrajlal Sapovadia

Inspirational Thriller

4  

Vrajlal Sapovadia

Inspirational Thriller

સૈનિક

સૈનિક

1 min
328

સરહદે સ્થિત સિંહ સદાય સજાગ

દેખી દુશ્મન દાઝતું દીલ દિમાગ


મુકયા માવતર, મંગેતર માનીતા

વતનમાં વાટ વિચરે વાલી વનિતા


ભૂલ્યા ભુલકા ભારેહૈયે ભડવીરે

શયન શાપિત શંખનાદ શોભે શીરે


ઉનાળે ઉની ઉષ્મા ઉરથી ઉલાળે

શિયાળે શીતળ શ્વાસ સહેજે સંહારે


વર્ષાએ વારિ વચ્ચે વિઘ્નો વટાવે

મંથનથી મનની મોહમાયા મટાવે


સરહદે સ્થિત સિંહ સદાય સજાગ

તમારી તાકાત તપશ્ચર્યા તપ ત્યાગ


સૌ સાથી સૈનિકોને સો સો સલામ

સુજલામ સુફલામ મલયજશિતલામ !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational