STORYMIRROR

Sheetal Harvara

Romance Inspirational

3  

Sheetal Harvara

Romance Inspirational

સાત વચન

સાત વચન

1 min
412


તારા વ્યક્તિત્વને ખોવા નહિ દઈશ,

તમારા વ્યક્તિત્વને નીખારીશ.


તારા સ્વપ્નોનો સારથી બનીશ,

તમારા પ્રગતિનું પાથરણું બનીશ.


તારી સ્વતંત્રતાને શણગારીશ,

તમારા સ્વાભિમાનને સિધ્ધ કરીશ.


તારી દરેક ભૂલ ને સ્વીકારીશ,

તમારી ઓછપને હળવાશથી જોઈશ.


તારો અનહદ વિશ્વાસ કરીશ,

તમારા માર્ગે શ્રદ્ધાથી ચાલીશ.


હૂં તને દર વખતે મનાવીશ,

હું મનાવવાની રાહ જોઇશ.


તને અનંત પવિત્ર પ્રેમ કરીશ,

અનંત પ્રેમની શીતળતા બનીશ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance