સારું નહીં
સારું નહીં
કોઈનું દિલ દુભાવવું સારું નહીં,
કોઈની નીતિનું ઝૂંટવવું સારું નહીં,
દુઃખી જનને દુઃખી કરવું સારું નહીં,
અન્ન ચોરનું અન્ન જમવું સારું નહીં,
પેટમાં પાપ રાખી નમવું સારું નહીં,
અનીતિ કરીને કમાવવું સારું નહીં,
બળેલાનું હૃદય બાળવું સારું નહીં,
પોતાનું વેંચી બીજે વાળવું સારું નહીં,
પરિવાર ત્યાગી બીજે ઘરવું સારું નહીં,
સ્વાર્થી લોકો સાથે રખડવું સારું નહીં,
સારા લોકો સાથે ઝઘડવું સારું નહીં,
કોઈનું સારું દેખીને બળવું સારું નહીં,
જે થાળી જમો તેમાં થૂંકવું સારું નહીં,
વગર વિચાર્યું કરીને ઝૂકવું સારું નહીં,
કોઈના શત્રુ બની ખટકવું સારું નહીં,
ગમે ત્યાં ગમે તેમ વર્તવું સારું નહીં,
છાશ લેવી ને દોણું સંઘરવું સારું નહીં.