STORYMIRROR

Chaitanya Joshi

Inspirational Others

3  

Chaitanya Joshi

Inspirational Others

સારથિ

સારથિ

1 min
26.2K


હરિવર તું બનજે મુજ જીવનનો સારથિ,

મનડું મારું મૂંઝાતું જીવનપથે મથી મથી.


વિપતવેળા આવીને અકળાવે મારગમાં,

દ્વંદ્વ કરે વિચલિત સૌ કોઈને આ જગમાં,

ના રહે ફરિયાદના પોકારો પછી 'નથી નથી'

હરિવર તું બનજે મુજ જીવનનો સારથિ.


મબલખ મળ્યું છે એમ માનીને જીવવાનું,

સુખદુઃખ એ આપણું કર્મફળ સમજવાનું,

ના દોષ દરેકના હરવખ્ત નિહાળું નયનથી,

હરિવર તું બનજે મુજ જીવનનો સારથિ.


અટલ ભરોસો હરિ તારો રહેતો નિરંતર,

દુનિયા કાજે મન બની જાય મારું સમંદર,

મુજ પોકારે આવજે હરિ તું શેષશયનથી,

હરિવર તું બનજે મુજ જીવનનો સારથિ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational